બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામની કેરી નદીમાં આવ્યું ઘોડાપુર અને ચેકડેમ થયો ઓવરફ્લો ઉપરવાસના વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે કેરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે જેને લઈને તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે કેરી નદીના કાંઠાના વિસ્તારમાં જવુ નહી. કેરી નદીનો ચેકડેમ પણ ઔવરફ્લો થયો છે તેને લઈને આસપાસના પંથકના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ ફેલાયો છે