આ તકે, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો. કિરણબેન પટેલે સ્વાગત પ્રવચન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નિશાંત દવેએ આભારદર્શન કર્યા હતા. કાર્યક્રમાં આચાર્ય સંઘના પ્રમુખશ્રી નિલેશભાઈ વસાવા, મંજુલાબેન ચૌધરી સહિત જિલ્લાના વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો, શિક્ષણ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.