સુરતના વરાછા રેલવે ગરનાળા પાસે ફરી એકવાર બેદરકારીની ઘટના સામે આવી છે. વધુ પડતી ઊંચાઈ ધરાવતા એક ટ્રેલર ટ્રકને કારણે ગરનાળું બંધ થતાં શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગરનાળામાંથી પસાર થવાના પ્રયાસમાં આ ટ્રેલર ગરનાળાની રેલવે સેફટી ગાર્ડ સાથે જોરદાર રીતે અથડાયું હતું અને ત્યાં જ ફસાઈ ગયું હતું.