પોરબંદર શહેરમાં સતત 2 દિવસ ધોધમાર વરસાદ પડ્યો હતો.ધોધમાર વરસાદને લઈને શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા.પોરબંદર શહેરના બોખીરા વિસ્તારમાં આવેલ જનકપુરી સોસાયટી તેમજ શિવરંજના સોસાયટીમાં પણ 2 ફૂટ જેટલા પાણી ભરાયા હતા.આ સોસાયટી તેમજ મુખ્ય માર્ગ પર પાણી ભરાતા આ વિસ્તારમાં વાહનવ્યવહાર પણ બંધ થયો હતો.જેને લઈને સ્થાનિકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.