અમેરિકાના USFDA તરફથી પધારેલા ઓફીસ ઓફ નેશનલ ડ્રગ કંટ્રોલ પોલીસી (ONDCP)ના પ્રતિનિધિ મંડળે આજે ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મુલાકાત લીધી હતી. ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તેમજ અમેરિકાના યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન (USFDA) વચ્ચે માહિતી તેમજ નોલેજના આદાન-પ્રદાન માટે FDCA, Gujarat USFDA Regulatory Forumનું છેલ્લા દોઢ દાયકાથી ગઠન કરવામાં આવ્યું છે. તેવી સંપુર્ણ વિગત સોશિયલ મીડિયાના માધ્યમથી કમિશનર અપાઈ.