નવસારી નજીક આવેલા વીરાવળ વિસ્તારમાં રામજી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. માહિતી મુજબ, બે અજાણ્યા ઇસમોએ બપોરના સમયે મંદિરમાં પ્રવેશ કરી દાનપેટીમાંથી રોકડ રકમ ચોરી કરી હતી. આ બનાવ ત્યારે બહાર આવ્યો જ્યારે વિદેશમાં રહેલા એક ભક્તે દર્શન કરવા માટે સીસીટીવી મોબાઇલમાં ખોલ્યો અને સમગ્ર ઘટના કેદ થઈ ગઈ. ભક્તે તરત જ ગ્રામજનોને જાણ કરતા પોલીસને માહિતી આપવામાં આવી. પોલીસએ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓને શોધવા તજવીજ શરૂ.