પોરબંદરના બરડા પંથકમાં મજીવાણા ગામ નજીક પુલ પાસે વર્તુ નદીમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે જેમાં પોલીસે સ્થાનિકો ની મદદથી આ મૃતદેહ ને બહાર કાઢી પી.એમ માટે જામનગર ખાતે મોકલી આપ્યો છે. આ મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો છે જેની ઓળખની કાર્યવહી હાથ ધરાઈ છે.