આણંદની અમૂલ ડેરી ખાતે કાર્યક્રમના સભા મંડપમાં ભારે ઉકળાટ અને બાફનું વાતાવરણ હોઈ એક મહિલાની તબિયત લથડી હતી અને તે ચક્કર ખાઈને સભા મંડપમાં વીવીઆઈપી મહેમાનોની બેઠક વ્યવસ્થા પાસે જ અચાનક ઢળી પડી હતી.જેને લઇ તાત્કાલિક પોલીસ અને અન્ય લોકો દોડી આવ્યા હતા અને મહિલાને સભા મંડપની બહાર સારવાર માટે લઈ જવાઈ હતી.જો કે કાર્યક્રમના સ્થળે મેડિકલ ટીમનો અભાવ જોવા મળ્યો હતો.