પહેલગામમાં આતંકી હુમલા બાબતે સમગ્ર ભારત દેશમાં નાગરિકો દ્વારા શ્રદ્ધાંજલિ અને કેન્ડલ માર્ચના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે કઠલાલ નગરમાં સરદારશ્રીની પ્રતિમા ખાતે પણ કઠલાલ ના નાગરિકો દ્વારા કેન્ડલ માર્ચ અને આ આતંકી હુમલામાં મૃતક નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કઠલાલ નગરના રાજકારણીઓ,નાગરિકો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા અને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.