રવિવાર, તા. ૨૪-૦૮-૨૦૨૫ ના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય સિંહાસનને ૨૫૦ કિલો હજારીગલના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે શ્રી નિલકંઠ મહાદેવનું પૂજન અને શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.મંદિર પરિસરમાં આવેલા શ્રી નિલકંઠ મહાદેવ મંદિરમાં સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન પવિત્ર બ્રાહ્મણો દ્વારા સવારે ૭ થી સાંજે ૬ દરમિયાન શિવપૂજન પાઠ કરવામાં આવ્યા હતા.