જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લા ગામ નજીક આત્મીય યુનિવર્સિટીની બસ અકસ્માતગ્રસ્ત બની હતી. ડ્રાઈવરનો બસ પરનો કાબુ છૂટી જતા બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી અને કાદવમાં ફસાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ બસમાં પંદર જેટલા કોલેજના વિદ્યાર્થીઓ સવાર હતા. સદભાગ્યે તમામ વિદ્યાર્થીઓ સલામત રહ્યા હતા.