ભરૂચ જિલ્લામાં ગણેશ વિસર્જનને લઇ તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓ કરવામાં આવી છે.તંત્ર દ્વારા નક્કી કરાયેલા જળાશયો કે કૃત્રિમ કુંડમાં જ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. અનંત ચતુર્થીના દિવસે વાલિયા તાલુકામાં દુંદાળા દેવ ગણેશજી વિદાય લેતા, વહેલી સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓ લઈને કુંડોમાં વિસર્જન કરવાનું શરૂ કર્યું હતું. આ અવસર પર ભક્તિભાવભર્યું વાતાવરણ સર્જાયું હતું અને નારાઓ વચ્ચે બાપાને વિદાય આપવામાં આવી હતી.