બોટાદના બે લોકો પર કેટલાક શખ્સો દ્વારા હુમલો કરાયાની ઘટના બની હતી. જે બનાવો અંગે મળતી માહિતી અનુસાર બોટાદના ઢાંકણીયા રોડ પર એક વૃદ્ધ અને યુવાન પર કોઈ બાબતે કેટલાક શખ્સો દ્વારા હુમલો કરાયો હતો. જે બનાવને લઈને બંને ઇજાગ્રસ્તોને ગંભીર હાલતે સારવાર માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જે બનાવ અંગે હોસ્પિટલ ખાતેથી પ્રતિક્રિયા આપી હતી.