ડાકોરમાં દંપતી ઘર બંધ કરીને સોસાયટીના કોમન પ્લોટ માં ગરબા રમી રહ્યા હતા આ દરમિયાન તસ્કરોએ મકાનની પાછળ જાડી તોડી ઘરમાં પ્રવેશી સોનાના દાગીના ચોરી ફરાર થયા હતા. મોડી રાત્રે પરિવાર ગરબા રમી ઘરે પરત ફરતા ઘરમાં ચોરી થયા અંગેની જાણ થઈ હતી. સમગ્ર મામલે ડાકોર પોલીસ એ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.