બોટાદ જિલ્લા ભાજપ દ્વારા સર્કિટ હાઉસ ખાતે કાર્યશાળા યોજાઈ જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી અને વક્તા હિમ્મતભાઈ પડશાળા ની વિશેષ ઉપસ્થિતીમાં કાર્યશાળા યોજાય હતી જેમાં ભાજપના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરોને વિશેષ માર્ગદર્શક આપવામાં આવ્યું હતું.આ કાર્યશાળામાં જિલ્લા મહામંત્રી રસિકભાઈ ભૂંગાણી, ભુપતભાઈ મેર સહિતના હોદ્દેદારો આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.