હાલોલ એસટી ડેપોનો ખાડે ગયેલો વહીવટ ના પગલે પ્લેટફોર્મ 1 તેમજ પ્લેટફોર્મ 2 ઉપર એસટી બસો મુકવાની જગ્યાએ મોટા પ્રમાણમાં પાણીનો ભરાવો રહેતા પ્લેટફોર્મ થી દુર એસટી બસો ઉભી રાખવાની ફરજ પડે છે. મુસાફરોને વરસતા વરસાદમાં જીવના જોખમે બસમાં બેસવા દોડીને જવું પડે છે જ્યારે આજે શુક્રવારે સવારે 9 વાગ્યાના અરસામાં વરસેલા વરસાદને લઈને પાણીનો ભરાવો જોવા મળ્યો હતો અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી