પાવાગઢમાં આજે રવિવારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે.સવારથી વરસતા ભારે વરસાદના કારણે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળતાં અહીં આવેલા યાત્રાળુઓ અને સહેલાણીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.પાવાગઢથી જામી મસ્જિદ તરફ તેમજ પાવાગઢ ના પ્રવેશ ધ્વાર પર આવેલ તળાવ ઓવરફ્લો થતા માર્ગો પર વરસાદી પાણી ઝરણા વહેતા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.