કિમ નદીમાં ગણેશ વિસર્જન પર પ્રતિબંધ બાદ હાંસોટના રાયમા-દંત્રાઇ ગામની વન ખાડીમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરાયું.હાંસોટ પંથકમાં સાહોલ ગામ નજીક આવેલ કીમ નદીમાં જળસ્તર વધુ હોવાના કારણે તંત્ર દ્વારા ગણેશ વિસર્જન પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો ત્યારે રાયમાં અને દંત્રાઇ ગામ નજીક આવેલ વન ખાડીમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા ક્રેન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.