પાવાગઢ રોપ–વે દુર્ઘટનામાં બોડેલી ના યુવાન નું પણ મોત પાવાગઢ ખાતે બનેલી રોપ–વે દુર્ઘટનામાં બોડેલી શહેરનું એક કુટુંબ પણ શોકગ્રસ્ત બન્યું છે. જૂની બોડેલી જૈન ફળિયામાં રહેતા હિતેશ હસમુખભાઈ આ દુર્ઘટનામાં દુર્ભાગ્યે મોતને ભેટ્યા છે. આ અચાનક બનેલી ઘટના બાદ તેમના પરિવારમાં ઊંડો શોક વ્યાપી ગયો છે, તેમજ સમગ્ર બોડેલી વિસ્તારમાં શોક અને દુઃખની લાગણી ફેલાઈ છે. સ્થાનિક સમાજમાં પણ આ ઘટનાને લઈને શોકની લાગણી છવાઈ ગઈ છે.