પંચમહાલ જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની તાજેતરમાં મહેસાણા ખાતે બદલી થઈ છે. આ બદલી બાદ ગોધરા તાલુકાના પીઆઈ પ્રવીણ કુમાર અસોડા અને કાકણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ સતીશ કુમાર કામોલ એસપી કચેરી ખાતે તેમની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા. આ અધિકારીઓએ એસપી હિમાંશુ સોલંકીને તેમની નવી જવાબદારીઓ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.