બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનના PI ડી.બી.પલાસ ની રાહબરી હેઠળ ગઢડા પોલીસ સ્ટેશનના PSI વી.વી.પંડ્યા,જે.આર.હેરમાં,જી.જે.ગોહીલ તથા પોલીસ સ્ટાફે ગઢડા શહેરમાં બોટાદ રોડ પર કેનાલ પાસેથી આઇસર ટ્રકમાં ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો.આઈસર ટ્રક નં.જી.જે.-38-ટી.એ-5233 માથી પોલીસે દારૂની 542 પેટી કુલ 14,904 બોટલ દારૂ કિ.રૂ.80,37,792 તથા આઇસર વાહન કિ.રૂ.20,00,000 મળી કુલ કિ.રૂ.1,00,37,792 નો મુદામાલ ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે