ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.ગતરોજ એક દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી ફરીવાર વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠેર ઠેર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં વિતેલા 24 કલાકમાં વિવિધ તાલુકામાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકામાં આંકડા પર નજર કરીએ તો ભરૂચમાં 2 મી.મી. ઝઘડિયામાં 1.5 ઇંચ,અંકલેશ્વરમાં 3 મી.મી.હાંસોટમાં 1 મી.મી.વાલિયામાં 12 મી.મી. વરસાદ નોંધાયો હતો.