હાલોલ અરાદ રોડ ઉપર વરસડા ચોકડી પાસે આજે શનિવારે સવારે 9 થી 10 વાગ્યાના અરસામાં બે બાઈકો સામસામે ભટકાતા સર્જાયેલા અકસ્માતમાં ત્રણ ઇજાગ્રતોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમા હર્ષદ બારીયા નો ડાબો પગ ભાંગી જતા તેને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે જ્યારે તેમના પત્ની તેમજ અન્ય બાઇક ચાલક કમલેશને હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ડૉક્ટર્સ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.