સોનગઢ બજારથી સેવાસદન સુધી આદિવાસી જન આક્રોશ રેલી નીકળી,જેમાં ધારાસભ્ય સહિત કોંગ્રેસ અગ્રણીઓ જોડાયા.તાપી જિલ્લાના સોનગઢ ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ની હાજરીમાં મંગળવારના રોજ 12 કલાકની આસપાસ આદિવાસી જન આક્રોશ રેલી નીકળી હતી.જે રેલી સોનગઢ સેવાસદન ખાતે પોહચી હતી.બાદમાં વિવિધ માંગ અંતર્ગત આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.જેમાં કોંગ્રેસના અગ્રણીઓ સહિત લોકો જોડાયા હતા.