આગામી દિવાળીના તહેવારોના સમયમાં ચોરી અને ચીલઝડપના બનાવો બનતા હોય છે જેમાં તસ્કર ટોળકી જ્વેલર્સ અને જવેલરી શોપને ટાર્ગેટ કરતી હોય છે ત્યારે નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં ચોરી અને ચીલઝડપ જેવી ઘટનાઓ અટકાવવા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પી.આઈ.પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં જવેલર્સ એસો.ની આજરોજ બેઠક મળી હતી.જેમાં સુરક્ષાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.