ભાવનગર શહેર નજીક આવેલા સીદસર પાસે બોર તળાવમાં એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. બોર તળાવના પાણીમાં મૃતદેહ હોવાની માહિતી સ્થાનિક લોકો દ્વારા ફાયરને કરાઈ હતી. જે અંગે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી પોલીસને જાણ કરાઈ હતી. ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.