બોટાદ જિલ્લામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ એવા સારંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજરોજ 200 કિલો હજારીગલના ફુલનો દિવ્ય શણગારની સાથે છપ્પનભોગ અન્નકુટ ધરાવવામાં આવ્યો.મંદિરના કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ છપ્પનભોગ ભવ્ય અન્નકૂટ કરવામાં આવ્યો જેના હજારો ભક્તોએ દર્શન કરીને ધન્યતા નો અનુભવ કર્યો મંદિરમાં રાજોપચાર પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મંદિર પરીસરમાં મારુતિ યજ્ઞ પણ યોજાયો હતો