ભાવનગર શહેરની એક શાળાના શિક્ષકે છ વર્ષ પહેલા ત્રણ દીકરીઓની જાતીય સતામણી કર્યાની ઘટના બની હતી. જે બના અંગે મળતી માહિતી અનુસાર છ વર્ષ પૂર્વે ભાવનગર શહેરની એક શાળાના શિક્ષકે ત્રણ દીકરીઓ સાથે જાતીય સતામણી કરી અને જે અંગેનો ગુનો સાબિત થતા કોર્ટ ખાતેથી શિક્ષકને ત્રણ વર્ષની સજા તેમજ દંડનીય કાર્યવાહી અને દીકરીઓને રૂપિયા 1,50,000 વળતર ચૂકવવા હુકમ કરાયો હતો.