ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ આજે ગાંધીનગરની RTO કચેરીમાં એક સફળ ટ્રેપ ગોઠવીને એક GISF (ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) ગાર્ડને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે,આરોપીએ ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરવા માટે 1,500ની લાંચની માંગણી કરી હતી.ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કર્યો હતો. જે ફરિયાદના આધારે ACBએ આજે RTO કચેરી ખાતે છટકું ગોઠવ્યું હતું.