મંગળવારના બે કલાકે મળેલા વાયરલ વીડિયોની વિગત મુજબ વલસાડ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં ગામડા વાળા વિસ્તારોમાં દીપડો નજરે પડી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે ફરી એકવાર ધરમપુર તાલુકામાં દિપડો નજરે પડ્યો હોવાનું વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ધરમપુર તાલુકાના ઓજાર ગામ ખાતે પસાર થઈ રહેલા વાહન ચાલકને રાતિ્ર દરમિયાન દીપડો રસ્તા ઉપર થી પસાર થઈ રહ્યો હોવાનું નજરે પડ્યું હતું. આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી હતી