જામનગરમાં ગણેશ વિસર્જનના પાવન પ્રસંગે એક કરુણ ઘટના સર્જાઈ હતી. નાઘેડી ગામે આવેલા કબીર લહેર તળાવમાં વિસર્જન દરમ્યાન એક જ પરિવારના ત્રણ સભ્યોના દુર્ઘટનાજન્ય મોત થતા શોકની લાગણી છવાઈ ગઈ છે. વિસર્જનની ખુશીઓ વચ્ચે આ દુઃખદ ઘટના બનતા સમગ્ર વિસ્તાર શોકમય બની ગયો છે.