લીંબડી શહેરમા મનદિપ હોલ ખાતે સુરેન્દ્રનગર જિલ્લા દૂઘ ઉત્પાદક સંઘ સુરસાગર ડેરીની ની 50 મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. જેમાં દુધ ઉત્પાદક સહકારી મંડળી ના પ્રમુખ અને મંત્રી તથા સભાસદો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય કિરિટસિંહ રાણા, સુરસાગર ડેરીના ચેરમેન નરેશભાઇ મારૂ, બાબાભાઇ ભરવાડ, વગેરે એ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા. તેમજ વઢવાણના ધારાસભ્ય અને વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા એ પ્રતિક્રિયા આપી હતી