અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે ઘરેથી જતા રહેલ બાળકને શોધી કાઢી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું. 27મી ઓગસ્ટના રોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.વિસ્તારમાંથી 11 વર્ષીય બાળક કોઈક કારણોસર લાગી આવતા તેના ઘરેથી સાઇકલ લઈ નીકળી ગયો હતો આ અંગેની જાણ તેના પરિવારજનોએ જી.આઈ.ડી.સી.પોલીસને કરતા પોલીસે તાત્કાલિક શોધખોળ કરતા બાળક ભરૂચના માતરીયા તળાવ પાસેથી મળી આવ્યો હતો.જેનું પોલીસે તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.