*અલીન્દ્રા સી.એચ.સી ખાતે ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા આકસ્મિક મુલાકાત* મહુધા વિધાનસભા મત વિસ્તારના અલીન્દ્રા ગામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (સી.એચ.સી) અંગે ગ્રામજનો દ્વારા સ્ટાફ સમયસર હાજર ન રહેતા હોવાની રજૂઆત બાદ ધારાસભ્ય સંજયસિંહ મહિડા એ અચાનક મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ધારાસભ્યએ સી.એચ.સી.ના સ્ટાફ સાથે ચર્ચા કરી અને દર્દીઓની સારવાર સંબંધિત જરૂરી માહિતી મેળવી.