ગોધરા શહેરમાં આવતીકાલથી ગણેશોત્સવની શરૂઆત થશે, જેમાં ભક્તો પાંચ દિવસ સુધી વિઘ્નહર્તા શ્રી ગણેશજીની આરાધના કરશે. પાંચમા દિવસે વિશ્વકર્મા ચોકથી પરંપરાગત રૂટ પર વિસર્જન શોભાયાત્રા યોજાશે. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા હરેશ દુધાતે 26 ઓગસ્ટે શોભાયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું. સુરક્ષા અને વ્યવસ્થાની સમીક્ષા દરમ્યાન ગણેશોત્સવ સમિતિના સભ્યો તથા મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા