હાલોલ તાલુકાના પાવાગઢની તળેટીમાં આવેલ નવા કુવા ગામે રોડની સાઈડમાં આવેલ ખુલ્લી ગટર માં ગત તા. 4/6/2025 બુધવારે સાંજે 5:30 કલાકે અકસ્માતે બાઈક પડવાની ઘટના સર્જાઈ હતી. જેમાં બાઈક પર સવાર 2 યુવકો પણ બાઈક સહિત ગટરમાં ખાબક્યા હતા. જેમાં બંને યુવકો પૈકી બાઈકનો ચાલક યુવક નારણકુમાર પરમાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.જેને સારવાર અર્થે વડોદરા સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે શુક્રવારે રાત્રિના 9:20 કલાકે તેનુ કરુણ મોત થયું હતું.