સાયલામાં રાજ્યનો સૌથી મોટો ક્વોરી ઉદ્યોગ ધમધમી રહ્યો છે. અહીંયાથી રાજ્ય બહાર પણ બ્લેક સ્ટોનનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે. ત્યારે ક્વોરી ઉદ્યોગના આગેવાનોએ જિલ્લા પોલીસ વડાની મુલાકાત લીધી હતી ત્યારે પોલીસવડાએ નિયમોનું કડક પાલન કરવા માટે તાકીદ કરી હતી.આથી એસોસિયેશે આ બાબતે ગ્રુપને મેસેજ કરીની નિયમ મુજબ જ વાહનો ચલાવવા માટે સૂચના આપી હતી. ક્વોરી ઉદ્યોગને કારણે સાયલામાં અનેક ડમ્પરો રાત દિવસ હાઈવે ઉપર બ્લેક સ્ટોન ભરીને માલનો સપ્લાય કરત હોય છે