This browser does not support the video element.
વાલિયા: દોલતપુર ગામની સીમમાં નદી કિનારે ભેંસો ચરાવવા ગયેલ મહિલાને આડા સંબંધનો વહેમ રાખી મહિલા સહિત ત્રણ ઈસમોએ માર માર્યો
Valia, Bharuch | Aug 27, 2025
વાલિયાના દોલતપુર ગામના મોટા ફળિયામાં રહેતી મીનાબેન રાજુભાઇ વસાવા ગતરોજ ગામની સીમમાં નદી કિનારે પોતાના પશુઓ ચરાવવા ગયા હતા.તે દરમિયાન ગામની વજલિબેન અનિલ વસાવા ત્યાં આવી તું મારા પતિ સાથે આડા સંબંધ રાખે છે.અને તારા લીધે મારા પતિ મને માર મારે છે.તેમ કહી ઝઘડો કરી માથાકૂટ કરી હતી.આ ઝઘડાનો ઉપરાણું લઈ ટીનાબેન અનિલ વસાવા અને રાહુલ અનિલ વસાવા ભેગા મળી મહિલાને લાકડાના સપાટા વડે માર માર્યો હતો.મારામારી અંગે વાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.