નર્મદા જિલ્લા નાદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજપીપળા થી ભદામ જતા અતિશય ખાડા હોવાના કારણે નાદો વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય PD વસાવા ની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદા જિલ્લા નાદોદ તાલુકા પ્રમુખ મુકેશભાઈ વસાવા અને મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ અને કોંગ્રેસના હોદ્દેદારોએ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રચાર કર્યા હતા.