વાગડનો સુપ્રસિધ્ધ રવેચી માતાજીના ભાતીગળ મેળામાં જનમેદની ઉમટી હતી.ગઈકાલે રાત્રે સંતવાણી બાદ આજરોજ ભાદરવા સુદ આઠમ ના મેળો યોજાયો હતો.વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશી લોકો ગ્રામીણ સંસ્કૃતિ જોવા રવેચી ધામ પહોંચ્યા હતા.બે દિવસીય મેળા પ્રસંગે ગતરાત્રે સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો,ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી પગપાળા તેમજ ખાનગી વાહનો સાથે રવેચી માતાજીના ચરણોમાં માથું ટેકવવા અને મેળો માણવા લોકો પહોંચ્યા હતા.