ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાના સરકારના નિર્ણયથી સ્થાનિક લોકોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે. આ પહેલા હિત રક્ષક સમિતિના નેતૃત્વમાં ધાનેરા વાસીઓએ સરકાર સામે આંદોલન છેડ્યું હતું,,સરકારે સ્થાનિક લોકોની માગણીને ધ્યાનમાં લઈને ધાનેરાને બનાસકાંઠા સાથે જ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી શહેરમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો.