કુતિયાણા તાલુકાના હામદપરા ગામ ખાતે આવેલ વછરાજ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશીને લહેર જોવા મળી રહી છે. કુતિયાણા શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે નદીનાળાઓ પણ છલોછલ બન્યા છે ત્યારે હામદપરા ગામે આવેલો વછરાજ ડેમ ઓવરફલો થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે.