સેવાલિયામાં પારિવારિક વિવાદ સ્વરૂપ ધારણ કર્યું છે એક પુત્રવધુ એ મકાનમાં ભાગ માગવાના વિવાદમાં પોતાના ૭૨ વર્ષીય સસરા પર ચપ્પા વડે હુમલો કર્યો છે. જેમાં ઇજાગ્રસ્ત સસરાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે વૃદ્ધ સસરાએ સેવાલિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં પુત્રવધુને અલગ રહેવું હોય અને મકાનમાં ભાગ જોઈતો હોય વારંવાર ઝઘડા કરતા હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે.