વ્યારા શહેરની દક્ષિણાપઠ શાળા ખાતે કોંગ્રેસ સમિતિની પત્રકાર પરિષદ યોજાઈ.તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપથ શાળા ખાતે જિલ્લાના કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન માજી ધારાસભ્ય પુનાજી ગામીત ની હાજરીમાં કરવામાં આવ્યું હતું.જેમાં વોટ ચોરી અંગે માહિતી આપી વોટ ચોર ગદ્દી છોડ કાર્યક્રમ અંતર્ગત પત્રકાર પરિષદ યોજી તેમના દ્વારા આક્ષેપ કરી માહિતી આપવામાં આવી હતી.જે પત્રકાર પરિષદ શનિવારના રોજ 3 કલાકે યોજાઇ હતી.