હાલોલના ધનસરની મુવાડી ગામે આજે બુધવારના રોજ બપોરના સાડા બાર વાગ્યાના અરસામા ઝેરી કોબ્રા સાપ ઘરમાં મૂકેલ એક પીપળામાં ભરાઈ જતા ઘરમા રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો જોકે આ બાબતની જાણ નેચર સેવિંગ ફાઉન્ડેશનની ટીમને કરતા ટીમના જવાનો જયેશ કોટવાલ અને વાય કે પટેલ ત્યાં સ્થળ પર પહોચ્યા હતા અને ઝેરી કોબ્રા સાપ નું દિલધડક રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમા છોડી મૂક્યો હોવાનુ જાણવા મળ્યું હતુ જ્યારે આ સાપનું રેસ્ક્યુ કરતા ત્યાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો હતો