વડોદરા : વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે અનોખો વિરોધ દર્શાવ્યો હતો. પ્રમુખની આગેવાની હેઠળ કાર્યકર્તાઓ પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા.જ્યાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ની નેમ પ્લેટ બહાર આર્ટિફિશિયલ મગરની સાથે બનાવટી ચલણી નોટો મૂકી વિરોધ દર્શાવ્યો હતો સાથે રાજ્ય સરકારે વિશ્વામિત્રી પ્રોજેક્ટ માટે 1200 કરોડ રૂપિયા આપ્યા તો ગયા ક્યાં ? તેવા સવાલો સાથે વિરોધ દર્શાવ્યો હતો.