લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે શંકાસ્પદ હાલતમાં એક ઇસમને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી રૂ.૫,૦૦૦નો મોબાઇલ ફોન કબ્જે કરાયો હતો. પુછપરછમાં જાણવા મળ્યું કે આરોપીએ સાથીદારો સાથે મળીને ચાર મહિના પહેલા હાદાનગર વિસ્તારમાં મકાનફોડ ચોરી કરી હતી, જેમાં સોના-ચાંદીના દાગીના, મોબાઇલ અને રોકડ મળી આવ્યા હતા.