વડોદરા : અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 ઉપર ફરી લાંબો ટ્રાફિકજામ થયો હતો.વરસાદનું જોર વધતા વાહનોની સ્પીડ ધીમી કરવા વાહનચાલકો મજબૂર બન્યા છે.જાંબુઆ બ્રિજ ઉપર રોડની પ્રોટેક્શન વોલની માટી ધસી પડતા પડદા પર પાટુ જેવી સ્થિતિ જોવા મળી છે, સાથે જ રસ્તાની હાલત બિસ્માર હોવાને કારણે વારંવાર ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ રહી છે.તંત્ર દ્વારા ટ્રાફિક જામની સમસ્યા નિવારવા બેઠકો યોજાઈ ચૂકી છે.પરંતુ હાઈવેના માર્ગોની દૈનીય પરિસ્થિતિ જેસે થે જોવા મળી છે.