વાંકાનેરના જાલી રોડ પર હસનપર ગામની સીમમાં આવેલ તિરુપતિ કોલ સપ્લાય નામના કારખાનામાં કામ કરતા દલુભાઈ મોહનભાઈ નામના શ્રમિક યુવાનના બે વર્ષના દીકરો અંકીત કારખાનામાં રમી રહ્યો હોય ત્યારે લોડર નંબર GJ 36 S 6699ના ચાલક રાકેશભાઈએ બેદરકારી પૂર્વક પોતાનું વાહન ચલાવી ફરિયાદીના દીકરાને હડફેટે લેતા લોડર નીચે કચડાઈ જવાથી બે વર્ષના માસુમ બાળકનું મોત થયું હતું, જેથી આ બનાવમાં મૃતક બાળકના પિતાએ લોડર ચાલક વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….