માંગરોળ તાલુકાના વાંકલ ઝંખવાવ અને તરસાલી નગર સહિત સમગ્ર વિસ્તારમાં 115 જેટલી ગણેશજીની પ્રતિમાઓનું શાંતિપૂર્ણ વિસર્જન કરવામાં આવ્યું હતું વાંકલ તાલુકા મથક માંગરોળ તેમજ ઝંખવાવ ખાતે ભવ્ય વિસર્જન યાત્રા નીકળી હતી જ્યારે તરસાડી નગર ખાતે કુલ 35 જેટલી નાની મોટી પ્રતિમાઓનું વિસર્જન થયું હતું નગરપાલિકા દ્વારા વિસર્જનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી